Monsoon




.ચોમાસા માટે તમારા ઘરને આ રીતે કરો તૈયાર

  • આ ઋતુમાં જીવજંતુઓ વધુ રહે છે, તેથી વરસાદ પહેલાં ઘરમાં પેસ્ટ કંટ્રોલ કરાવી લો.
  • ઘરમાં ક્રોસ-વેન્ટિલેશન સુનિશ્ચિત કરો, જેથી તાજી હવા આવે અને જઈ શકે.
  • ઘણાં લોકો ઘરમાં ઈન્ડોર પ્લાન્ટ લગાવે છે, ચોમાસામાં તેને રૂમની બહાર રાખો.
  • જો ઘરની અંદરની દિવાલોમાં વધુ સીલિંગ અને ભેજ હોય તો ટાઇલ્સ લગાવી શકાય છે.
  • બેડરૂમમાં સીલિંગની ગંધથી છુટકારો મેળવવા માટે તમે એરોમા ઓઇલ કેન્ડલની વ્યવસ્થા કરી શકો છો.
  • ઘરમાં રંગરોગાન કરવાનું હોય તો ચોમાસા પહેલા કરી લો, જેથી દીવાલો સરળતાથી સૂકાઈ જાય અને સીલિંગનો ભય ના રહે.
  • રસોડાનું ધ્યાન રાખવું સૌથી મહત્વપૂર્ણ છે

    • ચોમાસા પહેલાં કિચન સ્ટોરને સાફ કરી લો.
    • ભેજને કારણે નુકસાન પામેલી વસ્તુઓ જેમકે મીઠું, ગોળ કે ખાંડને એર ટાઇટ ડબ્બામાં ભરી રાખો.
    • ખાંડના ડબ્બામાં કીડીઓ ના ઘુસે તે માટે ડબ્બામાં 4-5 લવિંગ નાખો.

    વરસાદમાં ફર્નિચરની સાર-સંભાળ રાખવાના ઉપાય

    • ઘરનું ફ્લોરિંગ લાકડાનું હોય છે, તેથી ચોમાસામાં તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. દરરોજ તેને સુકાં કપડાથી સાફ કરો તેમજ વરસાદનું પાણી તેના સુધી ના પહોંચે તેનું ધ્યાન રાખવું.
    • ભેજ દૂર કરવા માટે તમારા કપડાં અને ડ્રોઅરમાં સિલિકા જેલ મૂકો. તે બજારમાં સરળતાથી મળી જાય છે.
    • લોખંડના ફર્નિચરને કાટથી બચાવવા માટે તેને અગાઉથી પેઇન્ટ કરો.
    • લાકડાના ફર્નિચર પર વેક્સ પોલિશ કરો અને તેમને ભીંજાતા અટકાવો.
    • ચામડાની સોફા-ખુરશીઓને ફૂગથી બચાવવા માટે તેને દરરોજ સૂકાં કપડાથી સાફ કરો.

    વરસાદમાં કપડાનું ધ્યાન આ રીતે ધ્યાન રાખો



    • કપડાંને કબાટમાં મુકતાં પહેલાં તેને તડકામાં સારી રીતે સુકવી લો, જેથી ભેજના કારણે તેમાંથી દુર્ગંધ ના આવે.
    • પહેલાં કાગળને કબાટમાં મૂકો પછી તેની ઉપર કપડાં મૂકો, જેથી ભેજ તેમાં ના રહી જાય.
    • કબાટમાં કપૂર કે નેપ્થાલિનની કેટલીક ગોળીઓ મૂકો. તે ભેજને શોષી લેશે અને તમારા કપડાંને સુરક્ષિત રાખશે.
    • વરસાદના દિવસોમાં કબાટમાં સિલ્વરફિશ નામના નાના જીવ ઉદ્દભવી શકે છે, તેનાથી બચવા માટે લીમડાના કેટલાક પાન કબાટમાં રાખો.
    • કપડાંની વચ્ચે થોડું લવિંગ રાખો. તે કપડાંને સિલ્વરફિશ નામના જીવ સામે રક્ષણ આપે છે.
    • બહારથી આવતી વખતે ડાઘવાળાં કપડાંને તરત જ ધોઈ લો નહીંતર તેમના ડાઘ દૂર કરવા મુશ્કેલ બની જાય છે.
    • કપડામાં કાટ લાગી ગયો હોય તો તેને ઓક્સાલિક એસિડથી ધોઈ લો. તેનાથી ડાઘ સરળતાથી દૂર થઈ જશે.
    • વરસાદ પહેલાં સુટકેસ કે કબાટમાં બંધ કપડાંને એકવાર તડકામાં જરુર સૂકવો, જેથી તેમાં કોઈ ગંધ ના બેસે.
    • વરસાદ શરૂ થાય તે પહેલાં પલંગ અને જાડાં પડદાને પણ તડકામાં સૂકવો.
    • આ દિવસોમાં ઘરને મચ્છરોથી બચાવવું પણ મહત્વપૂર્ણ છે.






Previous Post Next Post

Contact Form