Gitapushpa.

       



                   
ગીતાસાર

                     (રાગમેરા જીવન કોરા કાગજ કોરા......)
ગીતા રે રચીને કાને ચીંઘ્યો જીવન રાહ, એનેરસ્તે ચાલે, તેને મટે અંતરદાહ
પહેલે અઘ્યાયે અર્જુન સામે લડવા જાય, ધર્મની રક્ષાને કાજે બાંઘવા હણવા જાય
સગાવાલા દેખી એના હામ ડુલ થાય, નથી રે લડવું રે કરી શસ્ત્રો હેઠા થાય,
બીજા રે અઘ્યાયે કર્મમાં કુશળતાની વાત, જન્મ મુત્યુ સખા નથી તારે હાથ


જન્મ્યો તે મરવાનો એતો નિશ્ચત વાત, આત્મા તારો અમર રહેશે નથી અેને ઘાત,
ત્રીજા રે અઘ્યાયે કે છે કર્મ તારું કર, કર્મ વિણ દુનિયામાં થાશે કોઈ ના પર
કામ તારી બુઘ્ઘીમાં  છે, વશ એને કર, કામ વશ થાતાંતારા ખુટે પાપ થર,
ચોથે રે અઘ્યાયે વ્હાલો વચનમાં બંધાય, ભક્તો કેરી રક્ષાકાજે ઘરું છું કાય
શાને કાજે કર્મો છોડી નિર્ણયમાં બંધાય, સાચી શ્રઘ્ઘા હૈયે રાખી, સોંપી દેજે કાય,
પાંચમો અધ્યાયે કે છે ભોગવીને ત્યાગ, દોષો તારા છોડી દે, છોડી દેજે રાગ
કર્મો તારું જીવન છે તું એનાથી ના ભાગ, પાપ પુણ્ય છોડી તારા યોગમાં તું લાગ,
છઠ્ઠે અઘ્યાયે કુષ્ણ સમજાવે સંન્યાસ, સુખ અને દુ: કેરાં છોડી દે જે ન્યાસ
સંકલ્પોથી પર થઈ કર મનને વશ, કર્મો તારી સાથે રહી ને કાઢી લેશે કસ,
સાતમે અધ્યાયે કે છે ભકિત મારી કર, રાગ દ્રેષ છોડી ને તું શ્રઘ્ઘા પાકી કર
સર્વે ભક્તોમાં મારો જ્ઞાની રહેશે પર, જેવા રુપને ભજે તેને થાયે તેવાં દર્શન,
આઠમે અધ્યાયે કાનો કે છે બ્રહ્ભની વાત, અહ્મ તારો ત્યાગી મને પામી લે સાક્ષાત્
જીવન આખું રટ એને પ્રભુ તારો તાત, અંતકાળે આવી મળશે વ્હાલોજી સાક્ષાત્,
નવમે અધ્યાયેબતાવે કણકણમાં વાસ, મારી રે માયાથી સઘળે કીધો મેં નિવાસ,
જલ સ્થલ જડ ચેતન સર્વેમાં મારો વાસ, ભક્તો કેરાં યોગ ક્ષેમ સદા મારી પાસ,
દસમે અધ્યાયે કે છે જગ મારંુ રુપ, જે જે તને શ્રેષ્ઠ દીસે તેમાં મારું રુપ
સારીયે સૃષ્ટીનો અર્જૃન થયો છું ભૃપ, સારા જગમાં વ્યાપેલી છે મારી તેજઘુપ,
અગીયારમે અધ્યાયે આવે વિરાટ સ્વરુપ, તેજોમય ક્રાંતિ એની અદ્ભૃત રુપ
સારી(પુરી) સૃષ્ટિ દેહમાંહે દીસે છે અનુપ, કર્મો કર આસકિત છોડી, પામીશ મારું રુપ,
બારમે અધ્યાયે કે છે ભકિત કેરી વાત, કર્મો તારા અર્પણ કરી બુધ્ધિ તારી આપ
સ્વાધ્યાય કેરી જોરે તારી ઈચ્છા વશ રાખ, કર્મ ફળની આશા છોડી મન ચરણે રાખ,
તેરમે અધ્યાયે કે છે તન તારું ક્ષેત્ર, ક્ષેત્રરુપ છે આત્મા, તારો તે મારું નેત્ર
સર્વે ને સમભાવે જુઓ, ખુલ્લા રાખો નેત્ર, ઉધ્ધાર આત્માનો થાશે ઉજળશે ક્ષેત્ર,
ચૌદમે અધ્યાયે કર ત્રિગુણ કેરી વાત, સત્વ રજસને તમ: ગૃણથી બની તવ જાત
ત્રણે ગુણથી પર થઈ જીતી લેતું તાત, તને બ્રહ્ભ સ્હેજે મળશે પામી લેશે ત્રાત,
પંદરમે અધ્યાયે કે છે જગ પીપળ વૃક્ષ, કર્મો કેરાં બંઘન જેના માયાથી અતૂટ,
વૈરાગ્યોના શસ્ત્રો વડે પડે તેમાં તૂટ, જગ કેરો પાલનહારો પ્રભુ તારો ભૂપ
સોળમે અધ્યાયે પ્રભુ કે છે દેવી શાસ્ત્રી, કામ ક્રોધ લોભ છોડી દયા હૈયે રાખ,
આસુરી ગુણોથી તારી અધમ થાશે જાત, આત્માના ઉદ્ધાર કાજે ઘસી દેજે જાત.
સત્તરમે અધ્યાયે કરે શ્રદ્ધા કેરી વાત, જેવી જેની શ્રદ્ધા બેસે તેવી તેની જાત,
સત્ય ગુણી ફળ છોડી સત્કર્મે જોડાય, હરિ તત્સત છે જીવન કેરો સ્ત્રોત.
અઢારમે અધ્યાયે કે છે ત્યાગ કેરો મર્મ, કર્મ તારા છોડવામાં નથી ત્યાગ ધર્મ,
કર્તા કેરો ભાગ છોડી સાંભળી લે કર્મ, કર્મ કરતાં દેહ છુટે છે તારો ધર્મ.
પ્રજ્ઞા ચક્ષુ ખુલી જાતાં અર્જુન શરણે જાય, મોહ કેરા પડત તુટયા સામે લડવા જાય,
જે કોઇ ભક્તો શરણે જાયે ઘરે વ્હાલો ખાય, નંદી તોરે શરણે આવી સ્વીકારી લે ધાઈ.

અંજલી ગીત

હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ
શરણ મળે સાચું તમારૂ હૃદયથી માંગીએ
જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો
પરમાત્મા આત્માને શાંતિ સાચી આપજો
વળી કર્મના યોગે કરી જે કુળમાં અવતરે
ત્યાં પૂર્ણ પ્રેમે પ્રભુજી આપની ભક્તિ કરે
લખચોરાશી બંધનોને લક્ષમાં લઈ કાપજો
પરમાત્મા આત્માને શાંતિ સાચી આપજો
સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દઈ વારસો
જનમોજનમ સત્સંગથી કિરતાર પાર ઉતારજો
લોકને પરલોકમાં તવ પ્રેમ રગરગ વ્યાપજો
પરમાત્મા આત્માને શાંતિ સાચી આપજો
મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી
ઘો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી
સાચું બતાવી રૂપ શ્રીગિરિરાજ  હૃદયે સ્થાપજો
પરમાત્મા આત્માને શાંતિ સાચી આપજો

Previous Post Next Post

Contact Form