વિશ્વ ક્ષય દિન (World Tuberculosis Day)
વિશ્વ ક્ષય દિન ૨૪ માર્ચના રોજ ઉજવવામાં આવે છે.
જર્મન વૈજ્ઞાાનિક ડૉ. રોબર્ટ કોકે ટી.બી. માટે જવાબદાર માઇક્રોબેકટેરિયલ ટયુબરકયુલર બેસીલાઇની ઓળખ તા.૨૪મી માર્ચ, ૧૮૮૨ના રોજ સમગ્ર વિશ્વને કરાવી હતી જેથી દર વર્ષે તા.૨૪મી માર્ચે જનજનમાં લોકજાગૃતિ આવે તે માટે વિશ્વ ક્ષય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ડો . રોબર્ટ કોકે 24 માર્ચ 1882માં પહેલીવાર યુનિવર્સિટી ઓફ બર્લીન ખાતે જણાવ્યું હતું કે ટી . બી . ટ્યૂબરકલોસીસ નામના જંતુથી થતો રોગ છે . તેમની શોધથી ટી . બી . નું નિદાન અને સારવાર શક્ય બન્યા.
ક્ષયરોગ, જેને ઘાસણી તરીકે પણ ઓળખાય (અંગ્રેજીમાં ટ્યુબરક્યુલોસિસ, TB (TUBERCAL BESILAS ટૂંકું લખાણ) એ દંડાકારના માયકોબેક્ટેરિયા (mycobacteria), સામાન્ય રીતે માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ (Mycobacterium tuberculosis) દ્વારા માનવીમાં થતો સામાન્ય અને ઘણીવાર ઘાતક ચેપી રોગ છે.[૧] તેને પ્રાચીન કાળમાં યક્ષ્મા તરીકે જાણીતું હતું. ટ્યુબરક્યુલોસિસ સામાન્ય રીતે ફેફસા પર હુમલો કરતા હોય છે પરંતુ ઘણીવાર શરીરના અન્ય ભાગને પણ નુક્શાન પહોંચાડતા હોય છે. તે હવા દ્વારા ફેલાતો રોગ છે. જ્યારે રોગી વ્યક્તિને ખાંસી ખાય છે, છીંક ખાય છે કે થૂકે છે ત્યારે આ રોગના બેક્ટેરિયા ફેલાતા હોય છે. માનવીમાં મોટા ભાગના ચેપ બિમારીના ચિહ્નો ના હોય તેવા એસિમ્પટમેટિક અને સુપ્ત હોય છે. સુપ્ત ચેપના દસમાંથી એક કિસ્સો સક્રિય બિમારીમાં પરિણમે છે અને તેની જો સમયસર સારવાર ન કરવામાં આવે તો પચાસ ટકા દર્દીઓની તેમાં મોત થાય છે.
આ રોગના ચિહ્નોમાં લાંબા સમય સુધી ખાંસી, ગળફામાં લોહી પડવું, તાવ, રાત્રે પસીનો વળવો અને વજનમાં ઘટાડો થવા જેવા ચિહ્નોનો સમાવેશ થાય છે. અન્ય અવયવોનો ચેપ ચિહ્નોમાં વધારો કરે છે. રેડિયોલોજી (સામાન્ય રીતે છાતીનો એક્સ-રે), ટ્યુબરક્યુલિન ચામડી પરિક્ષણ, લોહીનું પરિક્ષણ તેમજ માઇક્રોસ્કોપિક તપાસ અને શરીરના સ્ત્રાવોનું માઇક્રોબાયોલોજીકલ કલ્ચરને આધારે આ રોગનું નિદાન થાય છે. આ રોગની સારવાર ઘણી અઘરી છે અને તેમાં લાંબા સમય સુધી વિવિધ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવો પડે છે. દર્દીના સંપર્કમાં આવતા વ્યક્તિઓની પણ જરૂર પડે તો તપાસ કરવી પડે છે. (તીવ્ર) મલ્ટિ-ડ્રગ-ટ્યુબરક્યુલોસિસમાં બેક્ટેરિયા દ્વારા એન્ટિબાયોટિક સામે પ્રતિકારક શક્તિ કેળવી લેવાની સમસ્યા દિવસે દિવસે વધુ ગંભીર બની રહી છે. ટીબી અટકાવવાનો આધાર સ્ક્રિનીંગ કાર્યક્રમ અને બેસિલસ કાલમેટ-ગ્યુરિન (Bacillus Calmette-Guérin) રસી સાથેના રસીકરણ પર રહેલો છે.
ઓછું વજન પણ ક્ષય રોગના જોખમ સાથે સંકળાયેલું છે. 18.5થી નીચો બોડી માસ ઇન્ડેક્સ (BMI) 2-3 ગણુ જોખમ વધારે છે. જ્યારે બીજી બાજુ શરીરના વજનમાં વધારો ક્ષય રોગનું જોખમ ઘટાડે છે.
ઈતિહાસ
ક્ષય રોગ છેક પ્રાચિનકાળથી માનવીમાં હાજર છે. માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ ની સૌપ્રથમ સ્પષ્ટ ઓળખ આજથી 18,000 વર્ષ પહેલાની જંગલી ભેંસના અવશેષોમાં થઇ હતી.
ક્ષય રોગ પ્રથમ પશુઓમાં ઉદભવ્યો અને બાદમાં માનવીમાં પ્રવેશ્યો હતો કે સમાન પૂર્વજો ધરાવતી વિવિધ જાતમાં ઉતર્યો હતો તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી.
જો કે તે સ્પષ્ટ છે કે એમ. ટ્યુબરક્યુલોસિસ એમ. બોવિસ થી જૂનો નથી જે પ્રમાણમાં તાજેતરમાં વિકસ્યો હોય તેમ જણાય છે.
ઇજિપ્તના મમીની કરોડ રજ્જૂમાં ટ્યુબરક્યુલર ક્ષય જોવા મળ્યો હતો.તસવીર: બ્રિટીશ મ્યુઝિયમમાં ઇજિપ્તનું મમી
ભૂમધ્ય સમુદ્રના પશ્ચિમી વિસ્તારમાં આવેલા નિયોલિથિક સેટલમેન્ટમાંથી મળેલા હાડપિંજરના અવશેષો સૂચવે છે કે પ્રાગૈતિહાસિક (ઇ.સ. પૂર્વે 7,000 વર્ષ) માનવીમાં પણ ક્ષય રોગ હતો.
ઇ.સ. 3,000-2,400 પૂર્વેના મળી આવેલા મમીમાં કરોડ રજ્જૂમાં ક્ષય રોગની હાજરી જોવા મળી હતી.
થિસિસ ક્ષય રોગ માટે ગ્રીક શબ્દ છે ઇ.સ. 460 વર્ષ પૂર્વે તબીબી સારવાર આપતા લોકો (હિપોક્રેટક્સ)એ થિસિસને તે સમયની સૌથી વ્યાપક બિમારી તરીકે ઓળખી હતી. આ બિમારીમાં કફમાં લોહી પડવું, તાવ આવવો વગેરે લક્ષણોનો સમાવેશ થતો હતો જે હમેશા ઘાતક હતા.
દક્ષિણ અમેરિકામાં ક્ષય રોગના સૌથી જૂના પુરાવા પેરાકાસ-કેવર્ના સંસ્કૃતિ (ઇ.સ. 750 વર્ષ પૂર્વેથી ઇ.સ. 100 સુધી) સાથે સંકળાયેલા છે.
ટ્યુબરક્યુલોસિસનો ચેપ સ્તનધારી પ્રાણીઓ દ્વારા ફેલાઇ શકે છે. જોકે બિલાડી અને કુતરા જેવા પાળતું પ્રાણીઓ ક્ષય રોગમાંથી મુક્ત છે પરંતુ જંગલી પ્રાણીઓ ચેપ ફેલાવી શકે છે.