શહીદ દિવસ
દેશભરમાં 23 માર્ચે શહીદ દિવસ તરીકે માનાવવામાં આવે છે. આ દિવસે જ અંગ્રેજ સરકારને ધૂળ ચટાવનાર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપી હતી. અંગ્રેજો સામે અવાજ ઉઠાવનાર અને તેમના સિતમનો બદલો લેવા કે તેઓને ભાન કરાવવા માટે જાનની બાજી લગાવી દેનાર તમામ સપૂતોને આજના દિવસે યાદ કરવા જોઈએ.
મહાન ક્રાંતિકારી અને દેશની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનાર અમર શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને તેમના શહીદ દિવસ પર કોટિ કોટિ વંદન.