No title

 PPF NPS SUKANYA IMP NEWS



PPF, NPS અને સુકન્યા અકાઉન્ટમાં ન્યૂનતમ રકમ જમા કરાવી દો, નહીં તો અકાઉન્ટ બંધ થઈ જશે.

જો તમારું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF),નેશનલ પેન્શન સ્કિમ (NPS) અને સુ



કન્યા સમૃદ્ધિ યોજના (SSY)માં અકાઉન્ટ છે, પરંતુ આ નાણાકીય વર્ષમાં તેમાં પૈસા નથી નાખ્યા તો અકાઉન્ટ એક્ટિવ રાખવા માટે તેમાં 31 માર્ચ સુધી અમુક રકમ જરૂરથી નાખવી. PPF, SSY અને NPSમાં પૈસા ન નાખવા પર આ અકાઉન્ટ ઈનએક્ટિવ થઈ જશે.

જો તમે ન્યૂનતમ જરૂરી રકમ નથી નાખી તો તેને ફરીથી એક્ટિવ કરવા માટે તમારે દંડ ભરવો પડશે. તમારું ખાતું એક્ટિવ છે તેની ખાતરી કરવા માટે તમારે આ યોજનાઓમાં ન્યૂનતમ રોકાણ જાળવી રાખવું પડશે. 

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)
PPF અકાઉન્ટ ધરાવતા લોકો માટે મિનિમમ બેલેન્સ 500 રૂપિયા છે એટલે કે તમારે તેમાં વાર્ષિક ઓછામાં ઓછું 500 રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે નહીં તો તમારું અકાઉન્ટ બંધ થઈ જાય છે. તેમાં પૈસા નાખવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 છે તેથી તમે એ પહેલા આ મિનિમમ બેલેન્સ નાખી દો. જો તમે છેલ્લી તારીખ સુધી પૈસા નહીં નાખો તો તમારે દર વર્ષે 50 રૂપિયાનો દંડ ભરવો પડશે.

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)
NPSની વાત કરીએ તો કોઈ એક નાણાકીય વર્ષમાં ટિયર-1 ખાતામાં ઓછામાં ઓછા 1,000 રૂપિયા અને ટિયર-2 ખાતામાં 250 રૂપિયા નાખવા જરૂરી છે. તેમજ જો તમે આ યોગદાન નહીં કરો તો તમારું ખાતું નિષ્ક્રિય થઈ જશે, જેમાં તમારે 100 રૂપિયાનો દંડ પણ આપવો પડશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જો અકાઉન્ટ છે તો તમારે દર વર્ષે મિનિમમ 250 રૂપિયા જમા કરવા પડશે. જો તમે આ પૈસા જમા નહીં કરાવો તો તમારે 50 રૂપિયા દંડ ભરવો પડશે.

Previous Post Next Post

Contact Form