International women's day

 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે શું?

international women's day

8 march




તેના ઇતિહાસ વિશે ચાલો જાણીએ. 

વિડિયો જોવા ક્લિક કરો.



  • 👩‍💼 આપણી વૈદિક સંસ્કૃતિ માં નારી માટે અલગ જ સ્થાન હતું મનું ભગવાને મનુસ્મૃતિમાં કહ્યું છે કે.."યત્ર નાર્યસ્તું પુજયન્તે રમન્તે તત્ર દેવતા:"

  • આવા ઉચ્ચ વિચારો ધરાવતી સંસ્કૃતિ છે અને તેમાં નારી નું સ્થાન પણ ઉચ્ચ સ્થાન પણ છે પણ સમય બદલાતા વિચારો માં પરિવર્તન આવતા આજે સ્ત્રી ને માન સન્માન મળે ,ગૌરવ મળે, સ્ત્રી શિક્ષણ માં જાગૃતિ આવે ,વિશ્વ ની અડધી જન સંખ્યા નારી ની છે તેમાં લોક જાગૃતિ આવે,કુરિવાજો ,રૂઢિઓ થી માનવ બહાર નીકળે એટલે આજે સમાજ માં આંતર રાષ્ટ્રીય મહિલા દિન ઉજવણી કરવામાં આવે છે.




  • 👩‍💼 આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની ઉજવણીની શરૂઆત કેવી રીતે થઇ 


  • 28 ફેબ્રુઆરી સન 1909ના રોજ પહેલીવાર અમેરિકામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો. 

  • તેમા સોશિયાલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ મુખ્ય ભૂમિકા ભજવી. ઉલ્લેખનીય છે કે એ દિવસો દરમિયાન ન્યૂયોર્કમાં કપડા મિલોમાં કામ કરનારી મહિલાઓ શોષણને કારણે ખૂબ પરેશાન હતી.  છેલ્લા એક વર્ષથી તેમની હડતાલ ચાલી રહી હતી અને તેમનુ સાંભળનારુ કોઈ નહોતુ. 



  • તેમના આ સંઘર્ષને સમર્થન આપતા 28 ફેબ્રુઆરી 1909ના રોજ સોશિલિસ્ટ પાર્ટીએ તેમને સન્માનિત કર્યા. પોતાના દમ પર મહિલા ગાર્મેંટ વર્કર્સે ત્યારે કામના કલાક અને સારા પગારની પોતાની લડાઈમાં જીત મેળવી હતી. 



  • બીજી બાજુ રૂસમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ફેબ્રુઆરી મહિનના અંતમાં 1913ના રોજ ઉજવાયો હતો. 

  • આ મહિલાઓએ પ્રથમ વિશ્વ યુદ્ધનો વિરોધ કરવા માટે આ દિવસ મનાવ્યો હતો. આ જ રીતે યૂરોપમાં 8 માર્ચના રોજ પીસ એક્ટિવિસ્ટસના સમર્થનમાં મહિલાઓએ રેલીઓ કાઢી.

  • આ સાથે જ યૂરોપમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનો પાયો નખાયો. 

  •  આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ત્યારે વૈશ્વિક સ્તર પર માન્યતા મળી જ્યારે સન 1975માં પહેલીવાર યૂનાઈટેડ નેશન્સે 8 માર્ચના રોજ આ દિવસ સેલિબ્રેટ કર્યો. 

  •  તેના એક પગલુ આગળ વધતા સન 2011માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ માર્ચ મહિનાને મહિલાઓના મહિના ના રૂપમાં માન્યતા આપી. ત્યારબાદ અમેરિકામાં માર્ચનો આખો મહિનો મહિલાઓની મહેનત અને સફળતાને લઈને સન્માનિત કરવાની પરંપરા શરૂ થઈ. 



  • આમ ભારત માં પણ મહિલા નાં વિકાસ માટે 8 માર્ચ ને આંતર રાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે.



Previous Post Next Post

Contact Form