World Consumer Rights Day

             World Consumer Rights Day World Consumer Rights Day

 



  • વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ એટલે શું ?

  • આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ છે. દુનિયાભરમાં દરવર્ષે 15 માર્ચના આ દિવસને ગ્રાહકોના આધિકારોના રક્ષણ માટે જાગૃતિ ફેલાવવા માટે ઉજવાય છે. સૌપ્રથમ વર્ષ 1983 માં કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ નામની સંસ્થાએ આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. આ દિવસની ઉજવણી કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોની પાયાની જરૂરિયાતો પૂરી કરવાના હક વિશે માહિતી આપવાનો હતો.



  • વર્ષ 2020 ની થીમ The Sustainable Consumer


  •  ભારત માં ગ્રાહક સુરક્ષા કાયદો 24 ડિસેમ્બર 1986  નાં  રોજ મંજૂરી મળી હોવાથી ૨૪ ડિસેમ્બરે "રાષ્ટ્રીય ગ્રાહક દિવસ" ઉજવવામાં આવે છે

  • ભારતમાં 24 ડિસેમ્બરને રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.વર્ષ1986 માં આ દિવસે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો.આ કાયદામાં 1991 અને 1993 માં જરૂરી સુધારાઓ કરવામાં આવ્યા.વર્ષ 2002 માં ગ્રાહક સંરક્ષણ કાયદાને વધુ કાર્યક્ષમ અને હેતુપૂર્ણ બનાવીને અમલમાં મૂકવા માટે એક વ્યાપક સુધારો લાવવામાં આવ્યો હતો, જે 15 માર્ચ, 2003 થી અમલમાં આવ્યો હતો.

  •   ગ્રાહક સુરક્ષા નિયમ1987માં સંશોધનો કરવામાં આવ્યા અને 5,માર્ચ2004 ના રોજ તેને અનુસૂચિત કરવામાં આવ્યો હતો.

  • ભારત સરકારે 24મી ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે જાહેર કર્યો છે, કારણ કે ભારતના રાષ્ટ્રપતિએ તે દિવસે જ ઐતિહાસિક કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, 1986 ના અધિનિયમને સ્વીકાર કર્યો.

  • આ ઉપરાંત દરવર્ષે 15 માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતીય ગ્રાહક ચળવળના ઇતિહાસમાં સુવર્ણ પત્રોમાં લખાયો છે. 

  • આ દિવસ સૌપ્રથમ વખત વર્ષ 2000 માં ભારતમાં ઉજવવામાં આવ્યો હતો અને આજસુધી દર વર્ષે ઉજવવામાં આવે છે.

  • National Customer Helpline / 

રાષ્ટ્રિય ઉપભોક્તા હેલ્પલાઇન



  • એક ગ્રાહકના રૂપે તમે તમારા અધિકારોને જાણવા માટે ઉપભોક્તા ટોલ ફ્રી નંબર 1800-11-4000 અથવા 14404 પર કોલ કરી શકો છો, અહી ઉપભોક્તાને સશક્ત બનાવવા માટે સલાહ, સુચના અને માર્ગદર્શન પ્રદાન કરવામાં આવે છે અને તેમના બધા પ્રકારના શક અને સવાલોનું સમાધાન કરવામાં આવે છે. દરેક હિતધારકો જેવા ઉપભોક્તા, કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ, પ્રાઇવેટ કંપનીઓ, લોકપાલ અને કોલ સેંટર વગેરેને એક મંચ ઉપર લાવવા માટે એક એકીકૃત ફરિયાદ નિવારણ તંત્ર (INGRAM) પોર્ટલ ની પણ શરૂઆત કરવામાં આવી છે..



  • ભારતમાં ગ્રાહકો છ અધિકાર ધરાવે છે

  • સલામતી મેળવવાનો અધિકાર (Right to Safety)
  • જાણકારી મેળવવાનો અધિકાર (Right to be Information)
  • પસંદગી કરવા માટે અધિકાર (Right to Choose)
  • રજૂઆત સંભળવવાનો અધિકાર (Right to be heard)
  • નિવારણ મેળવવાનો અધિકાર (Right to seek redressal)
  • ગ્રાહક શિક્ષણ અધિકાર (Right to Consumer Education)

Previous Post Next Post

Contact Form