Holi

Holi

Rango ka tyohar



 હોળી શા માટે ઊજવાય છે? પ્રહલાદની યાદમાં કે કામદેવની યાદમાં?
 
ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવશ થાય છે. રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગમાં મનાવાય છે. પરંતુ હિંદુઓ માટે હોળીનું પૌરાણિક મહત્ત્વ પણ છે.

હોળીને લઈને ભારતમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે. પ્રદેશ અને વિવિધ વિસ્તાર મુજબ અલગ અલગ કથાઓ છે. તેમાંથી ચાર પ્રમુખ કથાઓ અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ.



પ્રહલાદ અને હિરણ્યકશિપુની કથા:
ધૂળેટીની ઉજવણીની તસવીર
હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા છે પ્રહલાદ અને હિરણ્યકશિપુની.

કહેવામાં આવે છે કે એક સમયે શક્તિશાળી રાક્ષસ રાજા હિરણ્યકશિપુ હતા કે જેઓ પોતાને ઇશ્વર માનતા હતા અને ઇચ્છતા હતા કે લોકોની તેમની પૂજા કરે.

પરંતુ તેમના જ દીકરા પ્રહલાદે તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી અને તેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા હતા.

ઘણી વખત સમજાવ્યા બાદ પણ જ્યારે પ્રહલાદ ન સમજ્યા તો હિરણ્યકશિપુએ પ્રહલાદને મારી નાખવાની એક યુક્તિ વિચારી.

હોળીની ઉજવણી
તેમણે પોતાનાં બહેન હોલિકાને કહ્યું કે તેઓ પ્રહલાદને ખોળામાં બેસાડીને આગમાં પ્રવેશ કરી લે, કેમ કે હોલિકાને વરદાન પ્રાપ્ત હતું કે આગ તેમને સળગાવી શકશે નહીં.

કહેવામાં આવે છે કે પ્રહલાદને તેમની અસીમ ભક્તિનું ફળ મળ્યું અને હોલિકાએ પોતાની કુટિલતાની કિંમત ચૂકવવી પડી.

તેનો મતલબ છે આગમાં હોલિકા સળગી ગયાં, અને પ્રહલાદ બચી ગયા.



રાધા અને કૃષ્ણની કથાઃ
રાધા અને કૃષ્ણના વેશમાં બે બાળકો
હોળીના તહેવારનો સંબંધ રાધા અને કૃષ્ણની પ્રેમકથા સાથે પણ છે. વસંતમાં એકબીજા પર રંગ નાંખવાની તેમની લીલાનો એક અંગ મનાયો છે.

ત્યારબાદ આ પરંપરા બની ગઈ અને કદાચ એ જ કારણ છે કે મથુરામાં ફૂલોથી પણ હોળી રમવામાં આવે છે.

શ્રીકૃષ્ણ અને પૂતનાની કથાઃ

શ્રીકૃષ્ણના વેશમાં એક બાળક
વધુ એક પૌરાણિક કથાના અનુસાર જ્યારે કંસને શ્રીકૃષ્ણના ગોકુળમાં હોવાની જાણકારી મળી તો તેમણે પૂતના નામક રાક્ષસીને ગોકુળમાં જન્મ લેનારા દરેક બાળકને મારી નાખવા માટે મોકલ્યાં હતાં.

પૂતના સુંદર રૂપ ધારણ કરી શકતાં હતાં અને મહિલાઓ સાથે સારી રીતે વાતચીત કરી શકતાં હતાં.

ગોકુળનાં ઘણાં બાળકો તેમનો શિકાર બની ગયા હતા પરંતુ કૃષ્ણ તેમની સત્યતા જાણી ગયા હતા. તેમણે દુગ્ધાપન કરતા સમયે જ પૂતનાનો વધ કર્યો હતો.

કહેવામાં આવે છે કે ત્યારથી જ હોળીનું પર્વ મનાવવાની શરૂઆત થઈ છે.


શિવ- પાર્વતીની કથાઃ
ભગવાન શિવનું ચિત્ર
એક કથા શિવ- પાર્વતીની પણ છે. પાર્વતી શિવ સાથે લગ્ન કરવા માગતાં હતાં પરંતુ તપસ્યામાં લીન શિવનું ધ્યાન તેમની તરફ ગયું ન હતું.

તેવામાં પ્રેમના દેવતા કામદેવ આગળ આવ્યા અને તેમણે શિવ પર પુષ્પબાણ ચલાવી દીધું.

પરંતુ તપસ્યા ભંગ થવાથી શિવને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે પોતાની ત્રીજી આંખ ખોલી દીધી હતી અને તેમના ક્રોધની અગ્નિમાં કામદેવ ભસ્મ થઈ ગયા હતા.

ત્યારબાદ શિવજીએ પાર્વતીને જોયા. ત્યારબાદ થોડી અસર કામદેવના બાણની થઈ અને થોડી અસર પાર્વતીની આરાધનાની થઈ કે શિવે તેમને પત્ની સ્વરૂપે સ્વીકાર કરી લીધાં હતાં.

કેટલાક લોકો કહે છે કે હોળીની આગમાં વાસનાત્મક આકર્ષણને પ્રતીકાત્મક રૂપે સળગાવીને સાચા પ્રેમના વિજયનો ઉત્સવ મનાવવામાં આવે છે.

પરંતુ કેટલાક લોકો આ કથાનો વધારે વિસ્તાર કરે છે.

તેના અનુસાર કામદેવ ભસ્મ થઈ ગયા ત્યારે તેમના પત્ની રતિ રડવા લાગ્યાં અને શિવ પાસે કામદેવને ફરી જીવીત કરવા આહ્વાન કર્યું હતું.

આગામી દિવસ સુધી શિવનો ક્રોધ શાંત થઈ ગયો હતો અને તેમણે કામદેવને પુનર્જીવિત કરી દીધા હતા.

તો કામદેવ ભસ્મ થયા તે દિવસની યાદમાં પણ હોળી સળગાવવામાં આવે છે અને તેમના જીવિત થવાની ખુશીમાં રંગોનો તહેવાર મનાવવામાં આવે છે.




 🔥 હોળીની પ્રદક્ષિણા કેટલી ?


🔥લગભગ ઘણા ભક્તો આ વાત થી અજાણ હોય છે ..
🔥કોઈ એક વખત તો કોઈ ચાર વખત જ્યારે કેટલાંક તો મન ફાવે એટલી વાર હોળીની પ્રદક્ષિણા કરતાં હોય છે..
🔥પરંતુ શાસ્ત્રોક્ત નિયમ અનુસાર હોળીની સાત પ્રદક્ષિણા કરવી જોઈએ,  તેનાથી વધું કરવાથી દોષ લાગે છે..
🔥મોટે ભાગે લોકો  સામાન્ય રીતે ચાર પ્રદક્ષિણા કરતાં હોય છે. જે યોગ્ય નથી ,પૂરે પૂરી સાત પ્રદક્ષિણા કરવી જોઈએ... 
🔥અને આમ પૂર્ણ ૭ પ્રદક્ષિણા કરવાથી આખું વર્ષ તંદુરસ્તી જળવાઈ રહે છે.
🔥સાથે બીજી પણ એક ખાસ વાત એ છે કે ખાલી હાથે પ્રદિક્ષણા ન કરવી જોઈએ હાથમાં શ્રીફળ અને પાણી, ધાણી રાખવી અને થોડી થોડી ધાણી હોળીમાં હોમતા(પધરાવતા) જવું જોઈએ...આમ આ સાચી રીત ની પ્રદક્ષિણા છે
🔥હોળીમાં ધાણી હોમવાથી જીવનમાં કોઈ દિવસ અન્ન ની ઉણપ રહેતી નથી...
*🙏ૐ નમો નારાયણ🙏*


Previous Post Next Post

Contact Form