ગુજરાતમાં ધોરણ 6 થી 8ના વર્ગ શરૂ થશે
ગાંધીનગરમાં યોજાયેલી મહત્વની કેબનિટ બેઠક પૂર્ણ થઇ છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં તારીખ 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના વર્ગો ઓફલાઇન શરૂ થઇ જશે. જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ફરજિયાત કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે, ’20 હજાર કરતા વધુ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અને 10 હજાર ખાનગી શાળા શરૂ થશે. ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. વિદ્યાર્થીઓની હાજરી 50 ટકા રહેશે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજીયાત રહેશે. વિદ્યાર્થીઓ સહિત સ્કૂલ સ્ટાફ માટે માસ્ક ફરજીયાત રહેશે. તદુપરાંત હેન્ડ વોશની પણ વ્યવસ્થા કરવાની રહેશે.’
ધોરણ 6થી 8ની શાળા શરૂ કરવા મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું કે, ધોરણ 9થી 12 શાળા શરૂ કર્યા બાદ હવે 6થી 8ની શાળા શરૂ કરવાની તૈયારી છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટતા હવે ધીમે ધીમે સ્કૂલો રાબેતા મુજબ શરૂ થઈ રહી છે, ત્યારે ગુજરાતની રૂપાણી સરકાર હવે ધોરણ 6થી 8ની સ્કૂલો શરૂ કરવાની પણ વિચારણા કરી રહી છે. આ અંગે આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટી જાહેરાત કરી હતી.
Tags:
NEWS