*એક હોટલના વેઈટરે એક ગ્રાહકને સવારના પહોરમાં સ્માઈલ સાથે ચા નો કપ ધર્યો.*
*વેઈટરના સ્માઈલે કમાલ કરી.*
*પેલા ગ્રાહકનું જીવન સાવ સુનુ સુનું હતું.....*
*પરંતુ.....*
*જાણે એમાં નવ પલ્લવિત શાખાઓ ફુટી.....!*
*એણે ખુશ થઈ 50 રુપીયા ટીપ મુકી.....!*
*વેઈટરને સ્માઈલ બદલામાં આવી બક્ષિસની કલ્પના પણ હતી નહીં.*
*એણે પણ ખુશ થઈ 20 રુપીયા એક ભિખારીના હાથમાં મુકી દીધા.....!*
*સવાર-સવારમાં 20 રુપીયા મળશે એવી કલ્પના તો એ ભિખારીને ય ક્યાંથી હોય.....?*
*એ ખુશ ખુશાલ થઈ, કાલની ભુખીને ભુખી સુઈ ગયેલી પોતાની માં ને મળવા માટે દોડયો.....*
*રસ્તામાં ભરપુર અવર જવર વાળા રોડ પર નાનકડા ગલુડિયાને પરવા કર્યા વિના દોડીને ગલુડિયાને ઉપાડી લીધું અને પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો.....!*
*આ દ્રશ્ય મોંધીદાટ કારમાં બેઠેલા એક અતિ શ્રીમંતે જોયું અને એને થયું કે જેની સાથે કોઈ સંબંધ નથી એવા ગલુડિયાને પણ પ્રેમ કરનાર આ ભિખારી પણ કયાં ઓછો ધનવાન છે.....?*
*અને મારી પાછળ દોડધામ કરનારા મારી કંપનીના મજુરો કે ગાડીનો ડ્રાઈવર, મારો પરિવાર એ બધાની ઉપેક્ષા કરનારો હું શ્રીમંત કયાંથી કહેવાઉં.....?*
*એ શ્રીમંતે ખુશ થઈને ગાડીના ડ્રાઈવરને અને કંપનીના બધા માણસોને 1000 - 1000 રુપીયા બક્ષિસ સ્વરુપે આપી દીધા.....!*
*શેઠના ખુશ ખુશાલ સ્નેહ ભીના ચહેરે મળેલા 1000 રુપીયા લઈ ડ્રાઈવર તો પોતાના પરિવારને લઈને BEACH પર ફરવા ગયો.....!*
*આજે આ ડ્રાઈવર ધણો ખુશ હતો.*
*જેવો એ ગાડીમાંથી ઉતર્યો ત્યાં એક યુવાન ઊભો હતો.....*
*બન્નેની આંખો એક ક્ષણ માટે મળી અને પેલો યુવાન દરિયાથી વિરુધ્ધ પરત ચાલવા લાગ્યો.....*
*ડ્રાઈવરે પુછયું : "કોણ છો તમે ? અચાનક પાછા કેમ વળ્યા.....?"*
*આ અજાણ યુવકે ઉત્તર આપ્યો કે, જુઓ ભાઈ હું જીંદગીથી હતાશ થયેલો વ્યક્તિ છું તેમજ આપધાત કરવા આવેલો પણ.....!*
*પણ શું.....?*
*મેં એક સંકલ્પ કરેલો કે, મને કોઈ માણસના મુખ પર સ્માઇલ દેખાય તો આપધાત ન કરવો.....!*
*તમારી ખુશીએ મારી જીંદગી બચાવી છે.....!*
*THANK YOU.....!*
*આમ*
*આપણા ચહેરા પરનું એક સ્માઈલ અનેકના જીવનમાં અપરંપાર કેટલી ખુશી સર્જી શકે છે કે જેની કલ્પના પણ નહીં કરી શકીએ.....!*
*કયાં છીએ આપણે.....?*
*જે આપણા હાથમાં જ નથી એવા ભવિષ્યની ખોટી કલ્પનાઓ કરી જીવનમાંથી ખુશીને ખોઈ બેઠા છીએ આપણે.....!*
*એટલે જ દરેક ક્ષણે ખુશ રહેતાં શીખીએ.....!*
જિંદગી રોજ મને શીખવે છે કે *જીવતા* શીખ,
એક સાંધતા તેર તૂટશે,
પણ *સીવતા* શીખ..
માટે
*મન ભરીને જીવો*,
*મનમાં ભરીને નહી*".👍