World Water Day

World Water Day



વિશ્વ જળ દિન

વિશ્વ જળ દિન દર વર્ષે ૨૨ માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમ જ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળસમસ્યા દિનબદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે.


જાણો, કેમ મનાવવામાં આવે છે વિશ્વ જળ દિવસ?



પાણી આપણા માટે એક એવો વારસો છે જેને આવનારી પેઢી માટે સંભાળીને રાખવું ખૂબ જ જરૂરી છે. પાણી વગર જીવન શક્ય નથી. કહેવાય છે કે મનુષ્ય ખાધા વગર તો રહી શકે છે પરંતુ પાણી વગર જીવત ન રહી શકે. જો કે, લોકોને આ વાત સમજમાં નથી આવતી અને તે પાણીને બચાવીને રાખવાની જગ્યાએ વ્યર્થ કરવામાં વ્યસ્ત થઇ રહ્યા છે. લોકો પાણીનું મહત્ત્વ સમજવાનું છોડી ચુક્યા છે. વિશ્વને પાણીની જરૂરત સમજાવાના હેતુથી જ વિશ્વ જળ દિવસ મનાવવાની પ્રથા શરૂ થઇ છે. ફિલોસોફર થેલ્સે કેટલાય વર્ષો પૂર્વે કહ્યુ હતુ કે પાણી જ તમામ ભૌતિક વસ્તુઓનું કારણ અને સમસ્ત પ્રાણી જીવનનો આધાર છે પરંતુ હવે લોકો આ વાતને મહત્ત્વ નથી આપી રહ્યા. આ કારણથી દર વર્ષે વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે. 
વિશ્વ જળ દિવસની શરૂઆત
વિશ્વને પાણીની જરૂરિયાતથી જાગૃતિ કરાવવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્રે વિશ્વ જળ દિવસ મનાવવાની શરૂઆત કરી હતી. વર્ષ 1992માં રિયો ડિ જેનેરિયોમાં આયોજિત પર્યાવરણ તથા વિકાસની દ્રષ્ટિથી સંયુક્ત રાષ્ટ્ર સંમેલનમાં વિશ્વ જળ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. જેનું આયોજન પ્રથમવાર વર્ષ 1933માં 22 માર્ચે થયું હતું. 

વિશ્વ જળ દિવસનો હેતુ

વિશ્વ જળ દિવસ મનાવવાનો હેતુ વિશ્વને જાગૃત કરવવાનો છે કે પાણી બચાવવું કેટલું જરૂરી છે, આ આપણું મૂળભૂત સંસાધન છે, તેનાથી કેટલાય કામ સંચાલિત થાય છે અને તેની અછતથી મોટાભાગની પ્રવૃત્તિઓ ઠપ થઇ શકે છે. આ હેતુનો દિવસ લોકોનું જણાવવાનો છે કે પાણી વગર તેમના અસ્તિત્ત્વ પર જોખમ આવી શકે છે. 


વિશ્વ જળ દિવસને દર વર્ષે એક થીમની સાથે મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ - વેલ્યૂઈંગ વૉટર છે, જેનું લક્ષ્ય લોકોને પાણીનું મહત્ત્વ સમજાવવાનો છે. વિશ્વમાં કેટલાય એવા દેશ છે જ્યાં લોકોને પીવાનું પાણી પણ મળી શકતું નથી અને છેવટે તેઓ ગંદું પાણી પીને કેટલીય બધી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરે છે. એવામાં પાણીના મૂલ્યને સમજવું ખૂબ જ જરૂરી છે. 
કેવી રીતે મનાવવામાં આવે છે વિશ્વ જળ દિવસ
દર વર્ષે વિશ્વ જળ દિવસના અવસરે કેટલાય પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય છે. ભાષણ, કવિતાઓ અને વાર્તાઓના માધ્યમથી લોકોને જળ સંરક્ષણ અને તેનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. કેટલાત પ્રકારની તસવીરો અને પોસ્ટર શેર કરવામાં આવે છે જેનો હેતુ લોકોને પાણીની જરૂરત સમજાવવાનો હોય છે. 



Previous Post Next Post

Contact Form