GURUPURNIMA

 GURUPURNIMA


ગુરુ પુનમે જાણો ગુરુની સમજણ





 ગુરુ શું છે?


 1) ગુરુ એ દરેક સવાલનો જવાબ છે.

 2) ગુરુ એ દરેક મુશ્કેલીની યુક્તિ છે.

 3) ગુરુ એ જ્ઞાનનો ભંડાર છે.

 4) ગુરુ માર્ગદર્શક છે.

 5) ગુરુ એ અનુભૂતિ છે.

 6) ગુરુ એ પ્રેમ છે.

 7) ગુરુ જ્ઞાનની વાણી છે.

 8) ગુરુ એ આપણા જીવનનો ચમત્કાર છે.

 9) ગુરુ એક મિત્ર છે.

 10) ગુરુ ભગવાન સ્વરૂપ છે.

 11) ગુરુ એ આધ્યાત્મિકતાની વ્યાખ્યા છે.


 ધન્ય છે તે લોકો જે ગુરુ સાથે સંપર્કમાં છે* *અને તેમની સાનિધ્યમાં  જીવનનું થોડું જ્ઞાન  અને શિક્ષણ પ્રાપ્ત કરવાની તક મળી.

ગુરુ શબ્દ અને ગુરુનું જીવન સમુદ્રની ઉંડાઈ જેટલુ છે જેનું વર્ણન કરી શકાતું નથી.

  

આખી ધરતીને  કાગળ કરૂ

બધી વનરાઈ ની લેખની

સાત સુમંદર ની શાહી કરૂ

ગુરુ તણા ગુણા ન લખી શકાય.


ગુરુ નું મહત્વ


કર્તા કરે ન કર શકે, ગુરુ કરે સબ હોય

સાત દ્વિપ નૌ ખંડ મે ગુરુ સે બડા ન કોઈ.


ગુરુનો હાથ પકડવા ને બદલે તમારો હાથ ગુરુને પકડાવો

કારણ કે આપણે આકસ્મિક રીતે ગુરુનો હાથ છોડી શકીએ છીએ, પરંતુ ........

 ગુરુ જેનો હાથ પકડે તે કદી છોડતા નથી


ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા.

ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવૈ નમ:


ગુરુ વિના જ્ઞાન  અધૂરું છે, ગુરુ આપણને સાચો રસ્તો બતાવે છે.

તેથી આપણે ગુરુની દરેક આજ્ઞા નું પાલન કરવું જોઈએ.


ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણએ પણ ગુરુ પાસે શિક્ષણ મેળવવું હતું.

આપણા ગ્રંથોમાં ગુરુભક્તિના ઘણા ઉદાહરણો છે.


   ગુરુ જ માર્ગદર્શક છે.


આત્મા માટે તમારે જાતે પ્રયત્ન કરવો પડશે.

ગુરુએ રસ્તો બતાવ્યો છે, તે પ્રમાણે તમારે ચાલવું પડશે.

ગુરુએ ઉપદેશ આપ્યો છે, તે પ્રમાણે અનુસરવું પડશે.

મુક્તિ કે મોક્ષ ગુરુની વાહ વાહ દ્વારા પ્રાપ્ત થતો નથી. પરંતુ ગુરુ વચન પ્રમાણે ચાલવાથી પ્રાપ્ત થાય છે.


  • ગુરુદ્વાર પર જયારે જવું હોય ત્યારે  હૃદય શુદ્ધ કરી ને જ જવુ....
  • જ્યારે ગુરુની વાત સાંભળતા હો ત્યારે તમારા કાન ખુલ્લા રાખો…
  • ગુરુમાં વિશ્વાસ કરવો હોય તો તમારી આંખો બંધ રાખો…
  • જ્યારે ગુરુને સમર્પિત થવુ હોય ત્યારે તમારું હૃદય ખુલ્લુ રાખો ……
  • જ્યારે ગુરુનો સત્સંગ સાંભળવો હોય ત્યારે તમારું મોં બંધ રાખો …
  • ગુરુની સેવા કરવી હોય ત્યારે ઘડિયાળ બંધ રાખો.....
  • જ્યારે ગુરુ પાસે વિનંતી કરવી હોયતો દિલ ખોલી દેવુ... 



ગુરુ એટલે કે જે બીજાને

 લઘુ ના રહેવા દે તે ગુરુ


Previous Post Next Post

Contact Form